મુક્ત થતાની સાથે જ મહેબૂબાએ ઝેર ઓક્યું, કહ્યું- 'કાળા દિવસનો કાળો નિર્ણય...અપમાન ક્યારેય નહીં ભૂલીએ'

જમ્મુ અને કાશ્મીર (Jammu and Kashmir) ના પૂર્વ મુખ્યમંત્રી અને PDP ચીફ મહેબૂબા મુફ્તી (Mehbooba Mufti) એ કેદમાંથી મુક્ત થયાના ગણતરીના કલાકોમાં પાછું ઝેર ઓક્યું છે અને સંઘર્ષની જાહેરાત કરી છે. જન સુરક્ષા અધિનિયમ (PSA) હેઠળ અટકાયતમાં લેવાયેલા મુફ્તીને મંગળવારે રાતે મુક્ત કરાયા. તેમણે ટ્વિટર એકાઉન્ટર પર એક ઓડિયો સંદેશ બહાર પાડીને આર્ટિકલ 370ની જોગવાઈઓ હટાવવાના નિર્ણયને કાળો નિર્ણય ગણાવ્યો અને કહ્યું કે કાશ્મીર માટે સંઘર્ષ ચાલુ રહેશે. 

મુક્ત થતાની સાથે જ મહેબૂબાએ ઝેર ઓક્યું, કહ્યું- 'કાળા દિવસનો કાળો નિર્ણય...અપમાન ક્યારેય નહીં ભૂલીએ'

શ્રીનગર: જમ્મુ અને કાશ્મીર (Jammu and Kashmir) ના પૂર્વ મુખ્યમંત્રી અને PDP ચીફ મહેબૂબા મુફ્તી (Mehbooba Mufti) એ કેદમાંથી મુક્ત થયાના ગણતરીના કલાકોમાં પાછું ઝેર ઓક્યું છે અને સંઘર્ષની જાહેરાત કરી છે. જન સુરક્ષા અધિનિયમ (PSA) હેઠળ અટકાયતમાં લેવાયેલા મુફ્તીને મંગળવારે રાતે મુક્ત કરાયા. તેમણે ટ્વિટર એકાઉન્ટર પર એક ઓડિયો સંદેશ બહાર પાડીને આર્ટિકલ 370ની જોગવાઈઓ હટાવવાના નિર્ણયને કાળો નિર્ણય ગણાવ્યો અને કહ્યું કે કાશ્મીર માટે સંઘર્ષ ચાલુ રહેશે. 

મહેબૂબા મુફ્તીએ ટ્વિટર પર શેર કરાયેલા ઓડિયો સંદેશમાં કહ્યું કે, 'હું આજે એક વર્ષથી પણ વધુ સમય બાદ મુક્ત થઈ છું. 5 ઓગસ્ટ 2019ના તે કાળા દિવસનો કાળો નિર્ણય મારા હ્રદય અને આત્મ પર દરેક ક્ષણે વાર કરતો રહ્યો. મને વિશ્વાસ છે કે આવી જ સ્થિતિ જમ્મુ અને કાશ્મીરના લોકોની પણ રહી હશે. કોઈ પણ તે દિવસની બેઈજ્જતીને ભૂલી શકશે નહીં.'

— Mehbooba Mufti (@MehboobaMufti) October 13, 2020

કાશ્મીરના મુદ્દાના ઉકેલ માટે જદ્દોજહેમત ચાલુ રહેશે
મહેબૂબાએ કહ્યું કે 'દિલ્હી દરબારે ગેરકાયદેસર, બિનલોકશાહી રીતે અમારી પાસેથી છીનવી લીધુ તે પાછું લેવું પડશે. આ સાથે જ કાશ્મીરના મુદ્દાના ઉકેલ માટે જદ્દોજહેમત ચાલુ રહેશે, જેના માટે હજારો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા. આ રસ્તો સરળ નથી, મને વિશ્વાસ છે કે જુસ્સાથી આ મુશ્કેલ રસ્તો પણ નક્કી થશે. જમ્મુ અને કાશ્મીરના જેટલા લોકો જેલોમાં બંધ છે તેમને જલદી છોડવામાં આવે'. 

14 મહિના 8 દિવસ બાદ મુક્ત થયા મહેબૂબા
જમ્મુ અને કાશ્મીરમાંથી 5 ઓગસ્ટ 2019ના રોજ આર્ટિકલ 370ની જોગવાઈઓ હટાવવાની સાથે મહેબૂબા મુફ્તીને પીએસએ હેઠળ અટકાયતમાં લેવામાં આવ્યા હતાં. ત્યારથી તેમની અટકાયતનો સમય સતત વધી રહ્યો હતો. આખરે 14 મહિના અને 8 દિવસ બાદ જમ્મુ અને કાશ્મીર પ્રશાસને તેમને મુક્ત કર્યા. જમ્મુ કાશ્મીરના પ્રમુખ સચિવ સૂચના રોહિત કંસલે આ અંગે જાણકારી આપી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news